Thu. Apr 18th, 2019

કેટલા મેગાપિક્સલની હોય છે આપણી આંખ?

કેટલા મેગાપિક્સલની હોય છે આપણી આંખ?

👇👇👇👇👇👇

તમે ફોન તેના મેગાપિક્સલ કેમેરાને જોઈ ખરીદો છો, પરંતુ તમે આંખ પર કોઈ દિવસ ધ્યાન આપ્યું છે. આંખ એક કેમેરો જ છે, જે તમારા શરીરમાં રહેલો છે. આ કોઈ જાદુથી ઓછુ ન કહેવાય.

તમારી આંખોને જો ડિઝિટલ કેમેરા બનાવી દેવામાં આવે તો, તે કેટલા મેગાપિક્સલની રહેશે. આંખને આધાર રાખીને જ કેમેરા બનાવવામાં આવ્યો છે. જેમ આંખોમાં લેંસ હોય છે, તેમ જ કેમેરામાં પણ લેંસ હોય છે. જેમ આંખમાં રેટિના હોય છે, જે દેખાતા તમામ દ્રશ્યને મગજ સુધી પહોંચાડે છે, તેજ રીતે કેમેરાામં પણ એક ચિપ હોય છે.

માણસની આંખ એક કેમેરાની જેમ જ કામ કરતી હોય છે, અને કેમેરામાં મુખ્ય ત્રણ ભાગ હોય છે.

1 – લેંસ અથવા પ્રકાશિય યંત્ર જે પ્રકાશને એકત્રિત કરી તસ્વીર બનાવે છે.

2 – સેંસર જે છબીને પ્રકાશિય ઉર્જાને ઈલેક્ટ્કીક સિગ્નલમાં બદલે છે.

3 – પ્રોસેસર જે એવા ઈલેક્ટ્રીક સિગ્નલને પાછા સ્ક્રિન પર ઈમેજમાં બદલીને દેખાડે છે
આ રીતે સ્માર્ટફોન કેમેરા કોઈ એસએલઆર કેમેરાનો મુકાબલો નથી કરી શકતો, કારણ કે સામાન મેગાપિક્સલ હોવા છતાં ડીએસએલઆર કેમેરામાં સેંસરનો આકાર ઘણો મોટો હોય છે. એટલા માટે એક 8-10 મેગાપિક્સલની ફુલ ફ્રેમ ડીએસએલઆર કેમેરા કોઈ 40 મેગાપિક્સલના સ્માર્ટફોન કેમેરા કરતા વધારે સારી તસવીર બનીવી શકે છે.

આ રીતે આંખ જે પ્રકાશ ગ્રહણ કરી છબી નિર્માણ કરે છે. તે છબીની પ્રેસેસિંગ કરવા માટે આ રીતના સેંસરની જરૂરત રહે છે, અને માનવ શરીરમાં આ સેસર આંખમાં ન હોવાને બદલે મસ્તિષ્કમાં હોય છે. જેમાં આંખો દ્વારા પ્રાપ્ત પ્રકાશિય સિંગ્નલ તાંત્રિકા તંત્ર દ્વારા સંચાલિત ખાસ પ્રકાશિય તંત્રિકાઓ દ્વારા પહોંચાડવામાં આવે છે. આનાથી મસ્તિષ્ક જ આ જાણકારીને સમજી એક છબીનું નિર્માણ કરે છે.

આંખ એક વખતમાં 576 મેગાપિક્સલનું ક્ષેત્રફળ જોઈ લે છે, પરંતુ આપણું મસ્તિષ્ક આને એક સાથે પ્રોસેસ નથી કરી શકતું, તે માત્ર થોડા જ ભાગને હાઈ ડેફિનેશનમાં પ્રોસેસ કરી શકે છે. એટલા માટે કોઈ પણ ઘટનાને સારી રીતે જોવા માટે આપણે પોતાની આંખોને તે બાજુ ફેરવવી પડે છે.

આંખ દ્વારા જે તસ્વીર આપણને દેખાય છે તેનું મેગાપિક્સ 576 હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *